Roasted Garlic: ઘીમાં શેકીને લસણ ખાવ, બેડ કૉલેસ્ટ્રોલ શરીરની બહાર ફેંકાઈ જશે


By Sanket M Parekh23, Feb 2025 04:18 PMgujaratijagran.com

પોષક તત્વોનો ખજાનો

લસણ એક એવું સુપરફૂડ છે, જેના એકનહીં અઢળક ફાયદા છે. લસણમાં વિટામિન A, B ઉપરાંત કેલ્શિયમ અને કૉપર જેવા પોષક તત્વો મળી આવે છે. જો કે લસણના યોગ્ય ફાયદા તમને ત્યારે જ મળે, જ્યારે તમે તેનું યોગ્ય રીતે સેવન કરો.

શેકેલું લસણ

લસણ પોતાના એન્ટી ઑક્સિડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણો માટે જાણીતું છે. જ્યારે લસણને ઘી સાથે શેકવામાં આવે, તો તેના પોષક તત્વો અને ફાયદો બેવડો થઈ જાય છે.

ઈમ્યુનિટી બૂસ્ટર

લસણને ઘીમાં શેકીને ખાવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થવા લાગે છે. લસણ અને ઘીનો કૉમ્બિનેશન શરીરને ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે.

શરદી-ઉધરસમાં આરામ

લસણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. લસણને ઘીમાં શેકીને ખાવાથી શરદી-ઉધરસમાં આરામ મળે છે. શેકેલું લસણ શરીરને વાયરલ સંક્રમણથી બચાવવાનું કામ કરે છે.

કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા વધવા લાગે છે. જેને ગણકારવામાં ના આવે, તો હાર્ટ એટેકનો ખતરો રહે છે. એવામાં ઘીમાં શેકેલું લસણ ખાવાથી કૉલેસ્ટ્રોલ કંટ્રોલ થવા માંડે છે. દરરોજ શેકેલું લસણ ખાવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.

પાચન સુધારે

લસણમાં રહેલા ઔષધિય ગુણો તમને પાચન સબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ આપે છે. આથી ઘીમાં શેકેલું લસણ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં આરામ મળે છે. આ સાથે જ પાચન તંત્ર પણ મજબૂત બને છે.

Rajal Barot Outfit: ગોંડલમાં રાજલ બારોટે આપ્યું શાનદાર સ્ટેજ પરફોર્મન્સ, જુઆ આઉટફિટ લુક