જો તમે રોજ સવારે ખાલી પેટ દહીં ખાઓ તો શું થાય છે?


By Smith Taral14, Aug 2024 01:20 PMgujaratijagran.com

દહીં પેટના સ્વસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આમાં રહેલા પ્રો-બાયોટીક પાચનક્રિયાને પ્રોત્સાહન આપી પાચન સારું કરે છે. આવો જાણીએ રોજ સવારે ખાલી પેટે દહીં ખાવાથી શું ફાયદા મળે છે.

શું ખાલી પેટ દહીં ખાવું જોઈએ?

સવારે ખાલી પેટે દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમાં રહેલા સારા બેક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે.

પોષક તત્વોથી ભરપૂર

દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે જે શરીર માટે ઘણા લાભદાયક છે.

વજન ઘટાડવામાં

દહીંમાં પોષકતત્વો અને પ્રોટીન વધુ હોય છે, આ શરીરને જરૂરી વિટામીન અને ઉર્જા પૂરી પાડે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે

દહીંમાં અન્ય પોષકતત્ત્વો સાથે વિટામીન C પણ ભરપુર માત્રામાં રહેલું હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

પાચનતંત્રમાં સુધારો થશે

દહીંના સેવનથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, આમા રહેલું વિટામિન B12 અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા પાચનતંત્રને સુધારે છે અને તેનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે

દહીંમાં મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

6 સરળ સ્ટેપમાં ઘરે ઘેવર બનાવાની રીત જાણી લો.