ઘેવરનું નામ સાંભળતાજ ઘણાના મોંઢામાં પાણી આવી જાય છે. આ સોફ્ટ ક્રીસ્પી ડીશ પરંપરાગત મીઠાઈ છે. આવનારા તહેરવારોમાં તમે આ સ્વીટ ડિશ ઘરે જ બનાવી શકો છો. નોંધી લો રેસિપી.
એક કપ મેદા, 1/4 કપ ઘી, 1/2 કપ ઠંડુ દૂધ, બે કપ ખાંડ, એક કપ પાણી, ડ્રાય ફ્રૂટ્સ, ઘી અથવા તેલ
બેટર બનાવવા માટે મેદામાં દૂધ રેડીને એક ફાઇન બેટર બનાવો. તેમાં ગઠ્ઠો ન રહી જાય તે માટે તેમાં ધીમે ધીમે પાણી રેડતા જાઓ.
હવે આ સ્વીટ ડિશનો મુખ્ય ઘટક ચાસણી જે તેમાં ઘેવરમા ભરપુર માત્રામાં ગળપણ ઉમેરે છે. આ બનાવવા માટે કડાઈમાં બે કપ ખાંડમાં પાણી ઉમેરી તેને ધીમા ગેસ પર ઉકાળો
હવે એક તપેલી લો જેનું તળિયું જાડું હોય, આમા ઘી અથવા તેલ 10-12 મિનિટ માટે પહેલાથી ગરમ કરીને રાખો
હવે નાના લેડલની મદદથી બેટરને ઉંચાઈથી ગરમ ઘી માં રેડો. ઘેવરનો શેપ લાવવા માટે કેન્દ્રથીમાંથી શરૂ કરો અને ગોળાકારમાં ગતિમાં બેટરને રેડતા જાઓ
ઘેવર સારી રીતે તળાઈ જાય પછી, તેમાંથી વધારનું તેલ કાઢી લઈ લો. હવે આ તૈયાર ઘેવરને ખાંડની ચાસણીમાં બોળી દો.
તૈયાર ઘેવરને તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને તેના અને સ્વાદિષ્ટ પરંપરાગત મીઠાઈ નો આનંદ માણો