રોજ તજનું પાણી પીવાથી મળશે આ અઢળક ફાયદા, ચાલો જાણીએ


By Smith Taral03, Aug 2024 02:27 PMgujaratijagran.com

તજનો ઉપયોગ આપણે વાનગીમાં સુંગધ અને સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છે. આ સિવાય તજ અનેક ઘણા સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે, આવો જાણીએ આ સ્ટોરીમાં

પોષકતત્વોથી ભરપૂર

તજમા ભરપૂર માત્રામાં પોષકતત્વો મળી આવે છે જેમ કે પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, આર્યન, મેગ્નેશ્યિમ. આ બધા પોષકતત્વો શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે

વજન ઘટાડવામાં ફાયદાકારક

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમે તજના પાણીનું સેવન કરી શકો છો, આ પીવાથી મેટાબોલીક રેટ વધે છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

ઈમ્યુનીટ વધારે છે

તજનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આમા એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી વાયરલ અને એન્ટી માઈક્રોબિયલ, એ્ન્ટી ફંગલ જેવા ગુણો રહેલા હોય છે

પાચન તંત્ર માટે ફાયદાકારક

તજમા ફેલીફીનોલ મળી આવે છે જે પેટના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝમાં ફાયદાકારક

ડાયાબિટીઝથી બચવા માટે સવારે ખાલી પેટે તજનું પાણી પીવું અત્યંત ફાયદાકારક રહે છે. આમાં એન્ટી ડાયાબિટીક ગુણો જોવા મળે છે.

શું રોજ પી શકાય છે તજનું પાણી?

હા તમે રોજ તજનું પાણી પી શકો છો, તજના પાણીમાં રોજ મધ ઉમેરીને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે.

લીલું સફરજન કે લાલ? કયું છે વધારે પૌષ્ટીક, આવો જાણીએ