લીલું સફરજન કે લાલ? કયું છે વધારે પૌષ્ટીક, આવો જાણીએ


By Smith Taral02, Aug 2024 12:55 PMgujaratijagran.com

સફરજન પોષકતત્વોથી ભરપૂર ફળ છે, આના સેવનથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. સફરજનની પણ બે જાત ઉપલબ્ધ છે જેમા એક લીલું સફરજન અને લાલ સફરજન છે. આવો જાણીએ આમાથી વધું પૌષ્ટીક કયું છે

ઓછું સુગર

લીલા સફરજનમાં લાલ સફરજનની સરખામણીમા ઓછી માત્રામાં ખાંડ રહેલી હોય છે. આ ડાયબીટીઝના દર્દીઓ માટે વધુ લાભદાયક છે

વધુ પોષકતત્વો

લાલ સફરજનમા વધું પ્રમાણમાં પોષકતત્વો જોવા મળે છે, જ્યારે લીલા સફરજનમા પ્રોટીન વધું હોય છે

ફાઈબર

ફાઈબર પેટના સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી ઘટક છે, અને લાલ લીલા બંને સફરજના સારી માત્રામાં ફાઈબર રહેલું હોય છે

એન્ટીઓક્સીડન્ટ

લાલ સફરજનમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડન્ટ રહેલું હોય છે જે ઓક્સીડેટીવ તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. લીલા સફરજનમા પણ સારી માત્રામાં એન્ટીઓક્સીડન્ટ રહેલું હોય છે

વજન નિયંત્રણ

લાલ સફરજનની સરખામણીમાં લીલા સફરજનમા ઓછી માત્રામાં સુગર અને વધુ પ્રમાણ ફાઈબર રહેલું હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે

આ હેલ્ધી ખોરાક ડાયાબિટીઝમાં ઈન્સ્યુલિન જેવું કામ કરે છે