તમારો ખોરાક તમારા શરીર પર ઘણી અસર કરે છે. ડાયાબિટીઝના નિવારણ માટે દવા સાથે ડાયેટ પણ એટલુંજ જરૂરી છે. જો તમને ડાયાબિટીઝ હોય તો તમે આ હેલ્ધી ખોરાક ખાઈ શકો છો જે ઈન્સ્યુલીન જેવું કામ કરે છે
તજ ઈનસ્યુલીન સંવેદનશીલતા વધારે છે અને સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. દરરોજ 1-6 ગ્રામ તજ ખાવાથી ગ્લુકોઝ લેવલ ઘટે છે
કારેલામાં રહેલા ગુણો શરીરમાં ઈન્સ્યુલીન પ્રમાણ જાળવી રાખી સુગર લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે
મેથીમાં રહેલું સોલ્યુબર ફાઈબર સુગરના શોષણને ઓછું કરવામાં મદદ કરે છે. NIHના અભ્યાસમા જાણવા મળ્યું છે કે મેથી લોહીમાં સુગર ઓછું કરવામાં અસરકારક રહ્યું છે
એપલ સિડાર વિનેગર ખોરાક ઈનસ્યુલીન સંવેદનશીલતા વધારી લોહીમાં સુગરનું શોષણ અટકાવે છે. તેના વધું લાભ લેવા માટે તમે જમ્યા પહેલા લઈ શકો છો.
હળદરમાં રહેલું કરક્યુમિન ઈન્સુલીનના શોષણમાં મદદ કરે છે, હળદર બ્લડ સુગર લેવલને ઓછુ કરી ડાયાબિટીઝના જોખમને ઘટાડે છે
લસણમા રહેલા ગુણો ઈન્સ્યુલિનની સંવેદશિલતા વધારી સુગર લેવલને નિયંત્રણમા રાખવામાં મદદ કરે છે. લસણનું રેગ્યુલર સેવનથી સુગર લેવલ ઝડપથી ઘટાડી શકાય છે.