આ 5 ખોરાકને ક્યારેય પણ મધ સાથે ન ખાવા જોઈએ


By Smith Taral01, Aug 2024 06:17 PMgujaratijagran.com

મધ તેના ઔષધીય અને એન્ટી બેક્ટીરીયલ ગુણોના લીધે શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ મધને કેટલાક ખોરાક સાથે ખાવાથી શરીર માટે હાનિકારક પણ બની શકે છે. આવો જાણીએ કયા છે એ ખોરાક

ગરમ પાણી અને દુધ

મધને ગરમ પાણી કે દુધ સાથે મીક્સ ન કરશો, આનાથી મધની એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ અને ન્યુટ્રીશયન્ટ્સ નાશ પામે છે અને તમારા પેટને પણ નુકસાન પહોંચાડે છે

ફીશ અને મીટ સાથે

જો તમે નોન વેજ ખાતા હોવ તો મઘ સાથે ક્યારેય ફીશ અને મીટ ન ખાશો. આનાથી તમને પેટની સમસ્યા થઈ શકે છે

મધને ખાંડ સાથે

મધનું ખાંડ સાથે સેવન ન કરશો, આનાથી સુગર લેવલ ઝડપથી વધે છે, ખાસ કરીને ડાયાબીટીઝના દર્દીઓએ આને ન ખાવું જોઈએ

મધ અને ઘી

મધ અને ઘી પણ સાથે ન ખાવું જોઈએ, આનાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે અને ઘણી વાર માથાનો દુખાવો અને શ્વસનને લગતી પણ સમસ્યા થઈ શકે છે

મધ અને દહીં

મધને દહીં સાથે ખાવું પણ યોગ્ય નથી, આમ કરવાથી તેના પોષકત્વો નાશ પામે છે, આ સિવાય તમારા પાચનમા અડચણ ઊભી કરે છે.

Ear Infection: આ લક્ષણો જણાય તો તમને કાનનું ઈન્ફેકશન હોઈ શકે છે, તરત સારવાર લો