કાનમા ઈન્ફેકશ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, કાનમાં ચેપ, ગંદકી અને અન્ય કારણોસર કાનમાં ઈન્ફેક્શન થવાની સંભાવના રહે છે. કાનના ચેપને કારણે માથાનો દુખાવો અને તાવના લક્ષણો પણ જોવા મળે છે આ સ્ટોરીમા આપણે કાનમા ઈન્ફેકશન લક્ષણો વિશે વધુમાં જાણીશું, જો તમને આ લક્ષણો જણાય તો તરત જ તેની સારવાર કરાવી લો
કાનમાં પાણી ભરાઈ રહેવાથી ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થઈ છે, આના લીધે કાનમા સુન્ન થઈ જાય છે અને તીવ્ર દુખાવો પણ રહે છે
કાનમા ઈન્ફેકશન થવાના લીધે તમને ખંજવાળ આવી શકે છે. સિગરેટ ઝોનમાં રહેવાથી પણ કાનના પડદાને નુકસાન થઈ શકે છે અને ખંજવાળની સમસ્યા ઊભી થાય છે
કાનમાં ઈન્ફેક્શનથી બેક્ટેરીયાનો વિકાસ વધે છે બહેરાશ અનુભવાય છે. કાનમાં ગંદકી રહેવાને લીઘે આ ઈન્ફેકશન વધી શકે છે.
કાનમા પરુ થવું એ પણ કાનમાં ઈન્ફેક્શનની નિશાની છે. ઘણી વાર વાતાવરણ અને ઊંચા તાપમાના કારણે કાનમાં ચેપ લાગી શકે છે
કાનના ઈયરવેક્સ જમા થઈ જવાના લીધે પણ કાન ભારે લાગી શકે છે. કાનમાં પાણી ભરાવાથી, અને સાયનસને લીધે પણ કાન ભારે લાગે છે.