Sleep At Noon: કાળઝાળ ગરમીમાં બપોરે સૂવાથી શું થાય?


By Sanket M Parekh12, Apr 2025 03:53 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં બપોરના સમયે ઘણાં લોકોને સૂવાની આદત હોય છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે, બપોરના સમયે સૂવાથી શું થાય? આ સંદર્ભે અમને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત યુનાઈડેટ મેડિસિટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજના ડૉ. આદર્શ દુબે દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે.

થાક દૂર થાય

જો તમને પણ ઉનાળાની સિઝનમાં ગરમી પડતાં બપોરે સૂવાની આદત હોય, તો તે તમારા માટે ફાયદેમંદ નીવડી શકે છે. આમ કરવાથી શરીરનો થાક દૂર થાય છે. આ સાથે જ તમને આરામનો અહેસાસ પણ થશે.

મગજ શાંત

જો તમને પણ ગરમીની સિઝનમાં બપોરના સમયે સૂવાની આદત હોય, તો તે તમારા મગજ માટે પણ ફાયદેમંદ નીવડી શકે છે. ઊંઘ લેવાથી મગજ શાંત રહે છે અને તેના પરિણામે તણાવ પણ ઓછો કરવામાં મદદ મળે છે.

હોર્મોનલ બેલેન્સ બનાવે

જો તમને પણ ગરમીની સિઝનમાં બપોરના સમયે સૂવાની આદત હોય, તો તે તમારા શરીર માટે ફાયદેમંદ નીવડી શકે છે. આમ કરવાથી શરીરને હોર્મોનલ બેલેન્સ બનાવવામાં મદદ મળી શકે છે.

પાચન મજબૂત બને

જો તમને ગરમીમાં બપોરે સૂવાની આદત હોય, તો તે તમારા પાચન તંત્ર માટે ફાયદેમંદ નીવડે છે. બપોરના સમયે સૂવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે.

રાતે સૂવામાં સમસ્યા

જો તમને ગરમીમાં બપોરે સૂવાની આદત હોય, તો તેના કારણે તમને રાતે સૂવામાં સમસ્યા થઈ શકે છે. એવામાં તમારે બપોરે સૂવાનો ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ.

બ્લડ પ્રેશરની સમસ્યા

જો તમને ગરમીમાં બપોરના સમયે સૂવાની આદત છે, તો તે તમારા હાર્ટ માટે સમસ્યા ઉભી કરી શકે છે. ખાસ કરીને તમારી આ આદતથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીસનો ખતરો

જો તમને પણ ગરમીમાં બપોરે સૂવાની આદત હોય, તો આ આદત તમારા શરીરમાં બ્લડસુગરને અસર કરી શકે છે. જેના કારણે તમને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે.

Chaas Benefits: જો તમે છાશમાં અજમો અને કાળા મીઠાનું સેવન કરો છો તો શું થાય છે?