સામાન્ય રીતે લોકો જમ્યા પછી કંઈક ગળી વસ્તુ ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. જેથી લોકોને જમ્યા પછી ગળુ ખાવાની ક્રેવિંગ થાય છે. જોકે સવાલ એ થાય કે જમ્યા પછી ગળી વસ્તુનુ સેવન કરવુ કેટલુ યોગ્ય છે?
આર્યુવેદ પ્રમાણે જમ્યા પછી ગળ્યુ ખાઓ છો તો તમારા શરીરમા ઓજાસનુ લેવલ વધી શકે છે. જમ્યા પછી ગળુ ખાવાથી શરીરમા ફૂડ પોઈજનનો ખતરો પણ વધી શકે છે.
જો તમે ખાધા પછી તરત જ ગળુ ખાવાની ઈચ્છા થાય છે તો તેનાથી તમારે બચવુ જોઈએ. આર્યુવેદ પ્રમાણે જો તમે રાતે ખાધા પછી તરત જ ગળુ ખાઓ છો તો શરીરને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જમ્યા પછી તરત જ ગળી વસ્તુના સેવનથી પાચન સંબધિત સમસ્યાઓ થઈ શકે છે. ગળી વસ્તુઓને પચવામા ખૂબ જ સમય લાગે છે. જેની અસર પાચનક્રિયા પર પડે છે.
રાતે જમ્યા પછી ગળી વસ્તુના સેવનથી ઊંઘની સમસ્યા થઈ શકે છે, કારણકે તેના સેવનથી શરીરમા એનર્જી પ્રાપ્ત થાય છે. જેથી વ્યક્તિને ઊંઘ લેવામા સમસ્યા થઈ શકે છે.
ડિનર લીધા પછી ગળી વસ્તુના સેવનથી દાંતમા દુખાવાની સમસ્યા થઈ શકે છે, તેનાથી દાંતોમા સડો થઈ શકે છે.
વધારે માત્રામા ગળી વસ્તુનુ સેવન હાર્ટના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. વધારે માત્રામા ગળી વસ્તુનુ સેવન કરવાથી શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધે છે, જેનાથી હાર્ટ અટૈક જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.