દહીંના ઉપયોગથી બનાવવામાં આવતી ઘણી વસ્તુઓ આપણે ખાવાનું પસંદ કરતા હોઈએ છે જેમ કે કઢી, દહીં, દહીં વડા વગેરે પણ શું તમે જાણો છો કોરુ દહીં ખાવું પણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. દરરોજ 1 વાટકી દહીંનું સેવન કરવાથી ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકય છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
દહીંમાં પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે તમારુ સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે
દહીંમાં ફાઈબર અને પ્રોટીન બંને સારી માત્રામાં જોવા મળે છે. આના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓથી બચી શકાય છે
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન બી12 સારી માત્રામાં જોવા મળે છે. આનાથી તમે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો.
દહીંમાં પ્રોબાયોટીક્સ સારી માત્રામાં જોવા મળે છે. આનાથી શરીરમાં સોજા અને દુખાવાની સમસ્યાને ઓછી કરી શકાય છે.
દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે શ્વેત કણોને વધારે છે.