સ્વસ્થ રહેવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે, પરંતુ રાત્રે સૂતા પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? આ પ્રશ્ન ઘણા લોકોને થતો હશે.
આજે આપણે આયુર્વેદિક ડૉક્ટર આનંદી મહેશ્વરીજી પાસેથી વિગતવાર જાણીશું કે, રાત્રે સૂતા પહેલા પાણી પીવું જોઈએ કે નહીં?
સૂતા પહેલા પાણી પીવું જોઈએ, પરંતુ સૂતા પહેલા કે રાત્રિભોજન પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. જમ્યા પછી 2 કલાક બાદ અને સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા પાણી પીવુ જોઈએ.
આ રીતે પાણી પીવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
સૂવાના 2 કલાક પહેલા પાણી પીવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરે છે.
રાત્રે પાણી પીવું સારું છે, પરંતુ સૂતા પહેલા પાણી પીવાથી તમને વારંવાર પેશાબ થવા લાગશે, જેના કારણે તમને યોગ્ય ઊંઘ નહીં આવે.
ઊંઘનો અભાવ માથાનો દુખાવો, વજન વધવું અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો આવું સતત થાય તો તેની હૃદય પર પણ ખરાબ અસર પડે છે.
સૂવાના 2 કલાક પહેલા પાણી પીવાથી તમને રાત્રે અડધી રાત્રે નીંદર ઊડી જવાનું અટકાવે છે, તમારું મેટાબોલિઝમ ઝડપી બને છે અને સવારે તમારું પેટ સરળતાથી સાફ થાય છે.
ધ્યાનમાં રાખો, સૂવાના 2 કલાક પહેલા પણ વધારે પાણી ન પીવો. 1-2 ગ્લાસ પીવુ જોઈએે છે. આનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકશે. પાણી ક્યારે પીવું અને ક્યારે ન પીવું તે અંગે નિષ્ણાત પાસેથી માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે.
જો તમે પણ સૂતા પહેલા તરત જ પાણી પીતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો.આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.