ભાતમાં ફાઈબરનું સારું પ્રમાણ હોય છે. જેમાં આખા અનાજના તમામ ગુણ હોય છે, જે તમારા શરીરના વેટને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
દરરોજ યોગ્ય પ્રમાણમાં ભાત ખાવાથી ખરાબ કૉલેસ્ટ્રૉલ કંટ્રોલ રહી શકે છે. એવામાં તમે દરરોજ ભાતનું સેવન કરી શકો છો, પરંતુ યોગ્ય માત્રામાં રહે તેનું ધ્યાન રહે.
એવું કહેવાય છે કે, વધારે પ્રમાણમાં ભાત ખાવાથી તમને મેટાબૉલિજ્મ સાથે સંકળાયેલ સિન્ડ્રોમ અને બીમારી થવાનો ખતરો છે. એવામાં દરરોજ ભાતના યોગ્ય પ્રમાણ પર પણ ધ્યાન આપવું જોઈએ.
ભાતમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે ખરાબ પાચનને સુધારવા અને આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદરૂપ થાય છે. ભાત એક હળવું ભોજન છે, જે સરળતાથી પચી જાય છે.
ભાત જલ્દી પચી જતા યછે. જેથી શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી આવે છે. આજ કારણ છે કે, ભાતને એનર્જી માટે ઉમદા સ્ત્રોત પૈકી એક માનવામાં આવે છે.
ભાતમાં આયરન અને કૉપર જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે લોહીમાં ઑક્સિજન અને લાલ રક્તકણને વધારવામાં મદદ કરે છે. એવામાં એનીમિયાથી બચવામાં મદદરૂપ થાય છે.
બ્રાઉન રાઈસમાં એન્ટી ઑક્સિડેન્ટ્સનું પુષ્કળ પ્રમાણ હોય છે. આવા ભાતનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ થઈ શકે છે.