આજકાલ લોકોમા આયરનની ઉણપ જોવા મળતી હોય છે. આ સમસ્યા પુરુષ અને મહિલાઓ બંન્નેમા જોવા મળે છે. જો તમે પણ આયરનની ઉણપની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કેટલાક ઘરેલૂ ડ્રિક્સની મદદ લઈ શકો છો.
શરીરમા સારા સ્વાસ્થ્ય માટે આયરન ખૂબ જ મહત્વનો છે. જે હીમોગ્લોબિનનુ પ્રમાણ વધારે છે. આયરનની ઉણપ સર્જાતા શ્વાસ સંબધિત અને અન્ય સમસ્યાઓ જોવા મળે છે.
શરીરમા આયરનની ઉણપ સર્જાતા કેટલાક લક્ષણ જોવા મળે છે. જેમ કે શરીરમા થાક અનુભવાય છે, શ્વાસ લેવામા તકલીફ,શરીરમા પીળાશ આવી વગેરે. ચલો જાણીએ શરીરમા આયરનની ઉણપ દૂર કરવા માટે કયા ડ્રિક્સનુ સેવન કરવુ જોઈએ.
ઠંડીમા બીટનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક હોય છે, જે શરીરમા હીમોગ્લોબિનનુ પ્રમાણ વધારે છે. જેમા આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ,ફોલેટ, વિટામિન સી જેવા તત્વો ભરપૂર માત્રામા હોય છે. આ જ્યૂસને બનાવવા માટે તેમા આદુ, બીટ અને ખીરાનુ મિક્ચર બનાવી લો.
ઓરેંજ જ્યૂસમા સારી એવી માત્રામા આયરન હોય છે. તેમા સારી એવી માત્રા વિટામિન સી પણ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો કરે છે. ઓરેંજ જ્યૂસ બનાવવા માટે સંતરાનો જ્યૂસ નીકાળવાનો છે ત્યારબાદ તેમા મીઠુ અને ફૂદીનાના પત્તા મિલાવીને પીઓ.
શરીરમા આયરનની ઉણપ દૂર કરવા માટે હલીમ ડ્રિક્સ ખૂબ જ ફાયદાકારક છે, તેમા વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ અને ફોલિક એસિડ હોય છે. આ માટે તમે લીંબૂનો રસ અને હલીમના બીજ પાણી સાથે મિલાવીને તે ડ્રિક્સનુ સેવન કરવુ જોઈએ.
મિક્સ વેજ જ્યૂસનુ સેવન કરવુ શરીર માટે ફાયદાકારક છે. તેમા તમે તમારી મનપસંદ શાકભાજીને સામેલ કરી શકો છો. આ જ્યૂસ પીવાથી શરીરમા આયરનની ઉણપ દૂર થાય છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આંબળામા વિટામિન સી અને અન્ય ઘણા પોષકતત્વો હોય છે. જે શરીરમા આયરનની ઉણપને દૂર કરવામા મદદ કરે છે. તમે એક ગ્લાસ પાણીમા આંબળા અને સરગવાના પત્તાઓનો રસ નાખીને તેને સવારે ખાલી પેટ પી શકો છો.