ભારતમા મોટાભાગના લોકોના દિવસની શરુઆત ચાથી થાય છે. લોકો ખાંડ વાળી ચા પીવાનુ પસંદ કરે છે. એવામા કોઈ ઓછી ખાંડ વાળી અથવા તો કોઈ વધારે મીઠી ચા પીવાનુ પસંદ કરે છે.
ખાંડ વાળી ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારણ હોય છે. વધારે માત્રામા ચાનુ સેવન કરવાથી વ્યક્તિને હાર્ટ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ ઘેરી લે છે.
ગોળમા પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને બી1 અને વિટામિન સી જોવા મળે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનુ કામ કરે છે. એવામા તમારે ખાંડની જગ્યાએ ગોળ વાળી ચા પીવી જોઈએ.
ગોળ વાળી ચા પીવાથી શરીરનુ વજન ઓછુ કરવામા મદદ મળે છે. ગોળ વાળી ચામા એંટી ઓક્સિડેંટ અને મિનરલ્સ હોય છે જે મેટાબોલિજમને સુધારે છે. જે વજનને ઘટાડવામા મદદ કરે છે.
ઠંડીમા ગોળની ચા પીવાથી શરીરમા ગરમી આવે છે. અને તેમાથી મળતા પોષકતત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામા મદદ કરે છે. જેનાથી બીમારીઓથી બચી શકાય છે.
ગોળમા સારી એવી માત્રામા આયરન મળી આવે છે જે લોહીની ઉણપ દૂર કરે છે. જો રોજ ગોળ વાળી ચા પીવામા આવે તો એનેમિયા જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
ગોળની ચામા સારી એવી માત્રામા ફાઈબર હોય છે. જે પાચનતંત્રને સુધારવામા મદદ કરે છે. એવામા તમે ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે રોજ ગોળની ચાનુ સેવન કરવુ જોઈએ.
ગોળની ચા બનાવવા માટે પહેલા પાણીને ઉકાળો. તેમા ઈલાયચ, ગોળ, આદુ અને ચા નાખો. પાણીને ઉકાળ્યા પછી તેમા દૂધ નાખીને ચાને બરાબર ઉકળવા દો. થોડીવાર પછી તેને ગાળીને એક વાસણમા લઈ લો.