ઠંડીમા ચામડીની દેખભાલ રાખવી એક પડકાર છે. આ સમયે રાત લાંબી અને દિવસ ટૂંકા બને છે. આ જ કારણે મહિલાઓ પાસે સવારે પોતનાની ચામડીનુ યોગ્ય ધ્યાન રાખવાનો સમય મળતો નથી.
ઠંડીમા ચામડી ખૂબ જ સૂકાઈને ફાટી જાય છે. એવામા ચામડીને મોઈશ્ચરાઈજ કરવા માટે અને ચહેરા પર નિખાર લાવવા માટે રાતે એક રુટીન અનુસરવુ જરૂરી છે.
એલોવેરા ચામડી માટે એક સારો વિકલ્પ છે. એવામા એલોવેરાને રાતે મોઈશ્ચરાઈજર તરિકે લગાવી શકો છો. તેનાથી ચામડી પર નિખાર આવે છે.
નાળિયેર તેલ ચામડીને મોઈશ્ચરાઈજ કરવા માટે મદદ કરે છે. આ તેલથી ચામડીની સાથે વાળ અને સ્વાસ્થ્યને પણ ફાયદો મળે છે.
જો તમે ઈચ્છો તો રાતે સૂતા સમયે ચહેરા પર માસ્ક પહેરીને સૂઈ શકો છો. તેનાથી સ્કિન સેલ્સ કોલેજનનુ પ્રમાણ વધે છે.તેનાથી બ્લડ ફ્લો પણ સારુ રહે છે.
ઠંડીમા ચામડી સૂકાઈ જાય છે અને બેજાન થઈ જાય છે. જેથી રોજ સૂતા પહેલા ચામડી પર નાળિયેર તેલ, લોશન અને ક્રિમ લગાવી જોઈએ.
કેટલાક લોકો રાતે સૂતા પહેલા ચહેરાની સફાઈ કરવાનુ ટાળતા હોય છે જેના કારણે ચહેરાની ચામડીને નુકસાન થાય છે. મોં ધોવાથી દિવસભરની ચામડી પર લાગેલી ધૂળ ચહેરા પરથી સાફ થાય છે.