એક વાટકી કાળા ગાજર, દુર કરશે આ બીમારીઓ


By Prince Solanki13, Dec 2023 03:29 PMgujaratijagran.com

કાળા ગાજર

ઠંડીમા કાળા ગાજર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. એક વાટકી કાળા ગાજર ખાવાથી શરીરમા બ્લડ સર્કુલેશન પણ નિયંત્રણમા રહે છે. ચલો તેનાથી મળતા ફાયદા વિશે જાણીએ.

પોષકતત્વોથી ભરપૂર

કાળા ગાજરમા વિટામિન સી, આયરન, કેલ્શિયમની માત્રા વધુ હોય છે.તેના નિયમિત સેવનથી શરીર ફિટ રહે છે.

પાચન મજબૂત રહે

ઠંડીમા કાળા ગાજરનુ સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે. તેમા રહેલા ફાઈબર કબજિયાત અને અપચાની સમસ્યા દૂર થાય છે.

હાર્ટ માટે ફાયદાકારક

હાર્ટને સ્વસ્થ રાખવા માટે તમે કાળા ગાજરના જ્યૂસનુ સેવન કરી શકો છો. કાળા ગાજર કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમા રાખે છે.

વજન ઓછુ કરે

કાળા ગાજર વજનને ઓછુ કરવામા મદદ કરે છે. તેમા રહેલી ફાઈબરની માત્રા ભૂખ લાગવા દેતી નથી, જેના કારણે વજન ઓછુ થાય છે.

આંખો માટે ફાયદાકારક

કાળા ગાજરમા વિટામિન કૈરોટીન અને વિટામિન એ જેવા પોષકતત્વો મળી આવે છે, જે આંખોને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

ઠંડીમા કાળા ગાજરનુ સેવન કરવાથી શરીરમા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમા રહેલા વિટામિન સી બીમારીઓથી લડવા માટે શરીરને શક્તિ આપે છે.

આ રીતે કરો સેવન

કાળા ગાજરનો સૂપ પીવાથી શરીરને ખૂબ જ ફાયદો મળે છે. કાળા ગાજરનો હલવો બનાઈને પણ તમે તેનુ સેવન કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા થશે પેટની ચરબી ઓછી , કરો આ 5 બદલાવ