શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીમય માહોલ જોવા મળ્યો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCના શેરોના ભાવ (Share Price) છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.
IRCTCના શેર રૂપિયા 799.95 પર ખુલ્યો હતો, જે તેની છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી હતી. નિષ્ણાતોના મતે IRCTCના શેર લાંબા ગાળા માટે રોકાણકારોને ખૂબ જ સારી તકો પૂરી પાડી રહ્યો છે.
તેના વૈવિદ્યસભર કારોબર અને અનેક નવી ટ્રેન લોંચ થવાને લીધે ખૂબ જ લાભ મળી રહ્યો છે.આ સારા પાસાને જોતા આગામી સમયમાં ઈન્ડિયન રેલવેના શેરોમાં ભવિષ્ય ઉજવળ જણાય છે.
હોસ્પિટાલિટી, ઓનલાઈન કેટરિંગ અને અન્ય વિવિધ કારોબારને લીધે IRCTCના શેરોમાં આગામી ચમયમાં ચમક જળવાઈ રહેશે.