વેજ હક્કા નૂડલ્સ ઘરે બનાવવાની રેસીપી


By Vanraj Dabhi14, Dec 2023 03:48 PMgujaratijagran.com

સામગ્રી

2 કપ સાદા નૂડલ્સ, 6 લસણની કળી ઝીણી સમારેલી, 1 ચમચી આદુ, 1/4 કપ ઝીણી સમારેલી ફ્રેન્ચ બીન્સ, 1/4 કપ બારીક સમારેલી લીલી ડુંગળી, 1/2 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ, 1/2 કપ સમારેલી કોબી, 1/4 કપ ગાજર લાંબા પાતળા કટકા, 1/4 ચમચી કાળા મરી પાવડર, 2 ચમચી સોયા સોસ, દોઢ ચમચી મરચાંની ચટણી, 1 ચમચી ટોમેટો કેચપ, 1 ચમચી + 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું.

સ્ટેપ- 1

નૂડલ્સને બાફવા માટે આ રેસીપીને અનુસરો અથવા નૂડલ્સના પેક પર આપેલી સૂચનાઓને અનુસરો. નૂડલ્સને વધુ રાંધશો નહીં, તેને સહેજ કાચા રાખો, તેને 95% બફવા દો.

સ્ટેપ- 2

ઉપર જણાવેલ શાકભાજીને બને તેટલી પાતળી અને સરખી રીતે કાપો જેથી તેને રાંધવામાં ઓછો સમય લાગે.

સ્ટેપ- 3

મધ્યમ આંચ પર એક કડાઈ મૂકો અને તેમાં 1 ચમચો તેલ ગરમ કરીને બારીક સમારેલ લસણ અને આદુ ઉમેરો અને 30 સેકન્ડ માટે ફ્રાય કરો.

You may also like

નૂડલ્સ ખાવાના ગેરફાયદા

નૂડલ્સથી બનાવો આ ટેસ્ટી ફૂડ વાનગીઓ

સ્ટેપ- 5

હવે તમામ શાકભાજીને ફુલ ગેસ પર 2 મિનિટ પકાવો.

સ્ટેપ- 6

ત્યારબાદ સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો કેચપ, કાળા મરી પાવડર અને મીઠું ઉમેરો.

સ્ટેપ- 7

સારી રીતે મિક્સ કરો અને એક મિનિટ માટે પાકવા દો અને પછી બાફેલા નૂડલ્સ ઉમેરો.

સ્ટેપ- 8

નૂડલ્સમાં ચટણી અને તમામ શાકભાજી સાથે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી ટૉસ કરો અને ગેસ બંધ કરી દો.

સર્વ કરો

સર્વિંગ પ્લેટમાં કાઢીને ખાટા સૂપ અથવા ડ્રાય વેજીટેબલ મંચુરિયન સાથે ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મસાલા પાસ્તા ઘરે બનાવવાની રેસીપી