મસાલા પાસ્તા ઘરે બનાવવાની રેસીપી


By Vanraj Dabhi14, Dec 2023 03:13 PMgujaratijagran.com

સામગ્રી

250 ગ્રામ પાસ્તા, અડધો કપ સમારેલ શિમલા મિર્ચ,અડધો કપ ડુંગળી,1 ચમચી બારીક સમારેલ લસણ, 1 ચમચી સમારેલ લીલા મરચા, 1 ચમચી અજમો, 1 કપ ટમેટા પ્યૂરી, 1 ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી લાલ મરચુ પાવડર, 2 ચમચા પનીર, 1 ચીમચી ખાંડ, 2 ચમચા તેલ,સ્વાદ મુજબ મીઠું, એક ચપટી ગરમ મસાલા.

બનાવવાની રીત સ્ટેપ- 1

મસાલા પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા પાસ્તાને ગરમા પાણીમાં ઉકાળી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરટા,લસણ,ડુંગળી,ટમેટા,શિમલા મિર્ચને સારી રીતે ફ્રાય કરી લો.

સ્ટેપ- 3

હળવું બ્રાઉન થાય ત્યા સુંધી ફ્રાય કરો અને પછી તેમાં ટમેટા પ્યૂરી,કાળા મરી પાવડર, લાલ મરચુ પાવડર,ખાંડ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

સતત હલાવતા રહો અને તમને લાગે કે ગ્રીવી ગાઢ થઈ ગઈ છે ત્યારે તેમાં ઉકાળેલા પાસ્તા ઉમેરો.

સ્ટેપ- 5

હવે તને સારી રીતે મિક્સકરી લો અને થોડી વા ધીમી આંચ પર પકાવો.

સ્ટેપ- 6

હવે તેમાં ગરમ મસાલા નાખીને ગેસ બંધ કરી દો, આ રીતે મસાલા પાસ્તા બનાવવામાં આવે છે.

વાંચતા રહો

મસાલા પાસ્તા રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભાજીપાઉં : ટેસ્ટી ભાજીપાઉં આ રીતે ઘરે બનાવો