દેશમાં વર્તમાન કેલેન્ડર વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં હાઉસિંગ સેક્ટરમાં સંસ્થાગત રોકાણ 71 ટકા વધી 29.83 કરોડ ડોલર થયું છે. એક અહેવાલ માં આ માહિતી આપવામાં આવી છે
ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રને વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એકંદરે 67.99 કરોડ ડોલરનું રોકાણ મળ્યું છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં 37.43 કરોડ ડોલરથી 82 ટકા વધારે છે.
જોકે, વિદેશી ફંડોના પ્રવાહમાં નોંઘપાત્ર પ્રમાણમાં ઘટાડાને પગલે જુલાઈ-સપ્ટેમ્બરની અવધિમાં કુલ સંસ્થાગત રોકાણમાં 57 ટકા ઘટાડો થયો છે.
પડકારજનક આર્થિક માહોલમાં વિદેશી રોકાણકારોનો રસ ઘટવાને લીધે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સંસ્થાગત રોકાણમાં સુસ્તી જોવા મળી છે.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ સંસ્થાગત રોકાણકારોમાં ઘરેલુ રોકાણકારોની હિસ્સેદારી 71 ટકા થઈ છે. જ્યારે વિદેશી રોકાણકારોની હિસ્સેદારી ગત વર્ષની સમાન અવધિમાં 55 ટકાથી ઘટી 27 ટકા થયું છે.