જો તમે હેલ્થ કોન્શિયસ હોવ તો પોહા -ઈડલી ખાવ,આ દક્ષિણ ભારતીય વાનગી છે. સવારના નાસ્તામાં તેનું સેવન કરી શકો છો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.
તેને નાળિયરની ચટણી સાથે ખાવામાં આવે છે, તેની ખૂબ જ સરળ રેસીપી છે અને તે પેટ માટે હળવો અને આરોગ્યપ્રદ ખોરાક છે. આવો જાણીએ ઈન્સ્ટન્ટ પોહા ઈડલી કેવી રીતે બનાવવી.
ચોખા -1 કપ,ખાંડ-દહીં -1 કપ,પોહા-1 કપ,સોજી -1 કપ,મીઠું- સ્વાદ મુજબ,ઈનો -1 ચમચી.
1 નાળિયેર,4 લીલા મરચાં,સ્વાદ મુજબ આદુ,1 ચમચી શેકેલી ચણાની દાળ,સાવાદ મુજબ મીઠું,1 ચમચી સરસવ,5-6 મીઠા લીમડાના પાન.
એક મોટા મિક્સરમાં છીણેલું નાળિયેર નાખો,તેમાં તાજા અથવા મલાઈદાર નાળિયેરનો ઉપયોગ કરી શકો છો.સમારેલાં લીલા મરચાં અને આદુ નાખો,પછી 1 ચમચી શેકેલી ચણાની દાળ, સ્વાદ મુજબ મીઠું,એક કપ પાણી નાખીને સ્મુધ પેસ્ટ બનાવવા માટે પીસી લો.એક બાઉલમાં ચટણી કાઢો પછી તેમાં સરસવ અને મીઠા લીમડાના પાન નાખો, હવે તમારી ચટણી તૌયાર છે.
પોહા ઈડલી માટે બેટર બનાવવા માટે પહેલા ચોખા અને પોહાને પાણીમાં ફુલવા દો.લગભગ એક કલાક પછી ચોખા અને પોહાને સાફ કરીને બીજા સ્વચ્છ બાઉલમાં કાઢી લો.
ચોખા,પોહામાં દહીં, સોજી અને મીઠું મિક્સ કરીને મિક્સરમાં નાખીને પીસી લો.જો બેટર ઘટ્ટ લાગે તો તેમાં પાણી નાખી અને 10 મિનિટ આ બેટરને ઢાંકીને રાખો.
હવે બેટરમાં ઈનો નાખીને મિક્સ કરો.તે પછી વિલંબ કર્યા વગર તેને ઇડલી સ્ટેન્ડમાં મૂકો.
8 થી 10 મિનિટ રાંધ્યા પછી તેને તપાસો, જો તે ભીનું લાગે તો તેને વધુ 2-3 મિનિટ પકાવો.
ઠંડુ થાય એટલે તેને એક વાસણમાં કાઢી લો. પછી તેને કોથમીરથી ગેર્નિશ કરો.જો તમે ઈચ્છતા ન હોવ તો તે ન કરો.તે વૈકલ્પિક છે.પછી નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
સ્વાસ્થ્ય માટે આ એક સારી રેસીપી છે. ઉપરાંત તે ખૂબ જ ઓછા સમયમાં બનાવવામાં સરળ અને ટેસ્ટી છે.તમે તેને ગમે ત્યારે બનાવી શકો છો. તમે આ રેસિપી બનાવી શકો છો અને ઘરે મહેમાન આવે ત્યારે પણ ખવડાવી શકો છો.
આ કુકિંગ ટિપ્સ અપનાવીને તમે સરળતાથી પોહા ઈડલી બનાવી શકો છો.