જો તમે પહેલી વખત દરોડા કૂદવા જઈ રહ્યા હોવ, તો તમારે ધીમે-ધીમે શરૂઆત કરવી જોઈએ. તમારા શરીરને તેની આદત પડવામાં સમય લાગી શકે છે, જેના કારણે દોરડા કૂદ્યા બાદ બૉડી પેઈની સમસ્યા થઈ શકે છે.
દોરડા કૂદતા સમયે નક્કી કરી લો, કે તમે યોગ્ય અને સુરક્ષિત જગ્યા પર છો. જેનાથી તમને ઈજા પહોંચવાની સંભાવના ઓછી થઈ જાય છે.
વજન ઉતારવા માટે યોગ્ય દરોડાની પસંદગી કરો. આ માટે દરોડાની મજબૂતી અને લંબાઈ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
પહેલા ધીમે-ધીમે દોરડા કૂદવા માટે નાના-નાના જમ્પ મારો. જેથી તમારા શરીરને યોગ્ય રીતે અભ્યાસ કરવાનો સમય મળી જશે.
દોરડા કૂદ્યા બાદ યોગ્ય રીતે લેન્ડ કરવાનું ધ્યાન રાખો. ધીમેથી અને સાવધાનીપૂર્વક લેન્ડ કરો, જેથી તમારા શરીરને કોઈ ઈજા ના પહોંચે.
દોરડા કૂદવાની સાથે-સાથે યોગ્ય એક્સરસાઈઝ અને ભરપુર આહારનું સેવન કરો. જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થવા લાગશે.