મેથી-કેરી આચાર : કાચી કેરી અને મેથીનું અથાણું ઘરે બનાવવાની રેસીપી


By Vanraj Dabhi16, Dec 2023 03:32 PMgujaratijagran.com

સામગ્રી

1/2 કપ કાચી કેરીના ટુકડા, 2 ટેબલસ્પૂન આખું મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, 3/4 કપ રાઇનું તેલ, 1/4 કપ મેથીના કુરિયા, 1/4 કપ રાઇના કુરિયા, 1/2 કપ આખું મીઠું, 5 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન હીંગ, 1/2 ટીસ્પૂન હળદર.

બનાવવાની રીત સ્ટેપ- 1

એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર નાખીને સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી 1 કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો.

સ્ટેપ- 2

હવે એક મોટી પ્લેટ પર મલમલનું કપડું મૂકી તેની પર કેરીના ટુકડા સરખી રીતે પાથરી તેને 1 કલાક માટે પંખા નીચે અથવા તડકામાં સૂકી કરીને બાજુ પર રાખો.

સ્ટેપ- 3

એક પહોળા નોન-સ્ટીક પેનમાં તેલને ઊંચા તાપ પર 2 થી 3 મિનિટ સુધી અથવા તેલની સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેને ઠંડું થવા દો.

સ્ટેપ- 4

હવે એક બાઉલમાં બધી બાકીની સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે સૂકવેલા કેરીના ટુકડા આ મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 6

હવે રાઇનું તેલ કાચી કેરીના મિશ્રણ પર રેડો અને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 7

આ તૈયાર થયેલા અથાણાને હવાચૂસ્ત બરણીમાં પેક કરી રૂમ તાપમાનમાં 2 દિવસ સુધી રાખી મૂકો અને પછી તેને ફ્રીજમાં રાખો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાળ પકોડા રેસીપી : આ રીતે ચણાની દાળના પકોડા ઘરે ટ્રાય કરો