દાળ પકોડા રેસીપી : આ રીતે ચણાની દાળના પકોડા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi15, Dec 2023 05:35 PMgujaratijagran.com

રાતની બચેલી દાળમાંથી બનાવો ટેસ્ટી પકોડા

આપણે રાત્રે બચેલી દાળને ગરમ કરીએ છીએ અને બીજા દિવસે ખાઈએ છીએ અથવા ફેંકી દઈએ છીએ. શું તમે જાણો છો કે આ બચેલી દાળમાંથી સ્વાદિષ્ટ પકોડા પણ બનાવી શકાય છે, ચાલો જાણીએ.

દાળને ફ્રીજમાંથી કાઢી લો

જો તમે બચેલી દાળને ફ્રિજમાં રાખી હોય તો પહેલા તેને બહાર કાઢી લો. જેથી તેનું તાપમાન સામાન્ય થઈ જશે.

પકોડા બનાવવાની રીત

દાળમાંથી પકોડા બનાવવા માટે સૌપ્રથમ દાળની માત્રા પ્રમાણે ચણાનો લોટ લો. તમે દાળમાં 3 થી 4 ચમચી ચણાનો લોટ મિક્સ કરી શકો છો.

પકોડા બનાવવા માટે સ્ટેપ- 1

હવે ડુંગળી અને લીલા મરચાને બારીક સમારી લો. આ બંનેને દાળમાં ઉમેરો અને મિક્સ કરીને આ મિશ્રણમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

સ્ટેપ- 2

ધ્યાન રાખો કે દાળમાં પહેલેથી જ મીઠું હશે તેથી વધુ પડતા મીઠાનો ઉપયોગ ન કરો. જો તમે ઇચ્છો તો તમે કેટલાક બટાટા પણ કાપીને મિક્સ કરી શકો છો અને તેને દાળના મિશ્રણમાં ઉમેરી શકો છો.

સ્ટેપ- 3

મિશ્રણ તૈયાર કર્યા બાદ તવાને ગેસ પર ગરમ કરવા રાખો અને પછી કડાઈમાં તેલ નાખીને તેને સારી રીતે ગરમ થવા દો.

સ્ટેપ- 4

તેલ ગરમ થાય એટલે હાથની મદદથી થોડું-થોડું મિશ્રણને ગોળ આકાર બનાવીને નાખો, હવે પકોડા એક બાજુ બફાઈ જાય ત્યારે તેને બીજી બાજુ ફેરવો.

સ્ટેપ- 5

એ જ રીતે પકોડાને સોનેરી થાય ત્યાં સુધી તેને વારંવાર ફેરવીને તળી લો, ત્યારબાદ તેને લીલી કે લાલ ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

આ રીતે તમે બચેલી દાળમાંથી સરળતાથી પકોડા બનાવી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગાજરનો પરફેક્ટ હલવો બનાવવા આ બાબતોનું ધ્યાન રાખો