ઢોકળા તો ઘણી પ્રકારે બનાવી શકાય છે, ચાલો આજે આપણે બાજરીના લોટમાંથી ઢોકળા બનાવવાની રીત જાણીએ.
બાજરીનો લોટ,રવો, બેસન, દહીં, પાણી, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ,ગાજર, તલ, તેલ, ઈનો, લસણ, મગફળી, જીરું, લાલ મરચું પાવડર, લીંબુનો રસ.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ, બેસન, રવો, દહીં, પાણી નાખીને ચમચા વડે મિક્સ કરી લો.
હવે તેમાં હળદર, આદુ મરચાની પેસ્ટ, મીઠું, હીંગ, થોડું તેલ, કોથમરી, ગાજર નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં ઈનો નાખીને થોડી વાર રહેવા દો અને ઢોકળીયામાં તેલ લગાવીને બેટર તેમાં રોડો અને સ્ટીમ થવા મૂકો.
હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમા તલ,મીઠો લીમડાનો વઘાર કરી સ્ટીમ કરેલા ઢોકળા પર રેડો.
તૈયાર છે બાજરીના લાટના ઢોકળા તમે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.