Sukhi Bhaji Recipe: બટાકાની સૂકી ભાજી બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi16, Aug 2024 07:35 PMgujaratijagran.com

સૂકી ભાજી રેસીપી

સાતમ-આઠમના તહેવાર પર તમે થેપલા સાથે શાક ખાવાનું મન થાય તો તમે બટેકાની સૂકી ભાજી બનાવી શકો છો.

સામગ્રી

બટાકા, આદુ-લીલા મરચાની પેસ્ટ, સીંગદાણાનો ભૂકો, જીરું, હળદર, મીઠા લીમડાના પાન, તેલ, લીંબુનો રસ, કોથમરી, મીઠું.

સ્ટેપ-1

સૌપ્રથમ બટાકાને એક કૂકરમાં પાણી નાખીને 4-5 સીટી કરીને બાફીને બટાકાને બહાર કાઢી તેની છાલ ઉતારીને સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હળદર, મીઠો લીમડો નાખીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં સિંગદાણાનો ભૂકો, મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ નાખીને બે મિનિટ સાંતળો.

સ્ટેપ-4

હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા નાખો અને મીઠું નાખીને ચમચા વડે બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Recipes: રાંધણ છઠ અને શીતળા સાતમ માટેની પરફેક્ટ રેસીપી