શ્રાવણ મહિનામાં તહેવારો હારમાળા હોય છે, રક્ષાબંધન પછી બોળ ચોથ ત્યાર બાદ સાતમે રાંધવાની રજા હોવાથી રાંધણ છઠ્ઠએ આખો દિવસ ગૃહિણીઓ રસોઈ બનાવીને સાતમ અને આઠમનો તહેવાર ઉજવતા હોય છે.
દરેક ગુજરાતીઓને થેપલા પસંદ હોય છે, તમે સાતમ-આઠના તહેવાર પર કુણા માખણ જેવા મેથીના થેપલા બનાવી શકો છો.
સાતમના તહેવાર પર તમે મસ્ત ટેસ્ટી અને હેલ્ધી ટ્રેડિશનલ હાંડવો બનાવી શકો છો.
તેલમાં રાઈ અને લીમડાનો વઘાર કરીને દૂધીના ટેસ્ટી મૂઠીયા ઘરે ટ્રાય કરી શકો છો.
સાતમ-આઠમના તહેવાર પર ફરસી પૂરીની રેસીપી દરેક ઘરે બનતી હોય છે.
સાતમ આઠમના તહેવાર દરમિયાન મીઠાઈ ખાવાનું મન થાય તો તમે સુખડી ઘરે બનાવી શકો છો.
તમને તીખી અને ચટપટું ખાવાનું મન થાય તો તમે ભરેલા મરચા બનાવી શકો છો.
બે દિવસ સુધી ફ્રેસ રાખી શકાય તેવું શાક બનાવવાનું વિચારતા હોવ તો તમે કારેલાનું શાક બનાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.