Amla Pickle: આમળાનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત


By Vanraj Dabhi09, Nov 2024 08:32 AMgujaratijagran.com

આમળા આચાર

દરેક લોકોને ભોજન સાથે અથાણું ખાવાનું પસંદ હોય છે, આજે આપણે આમળાનું અથાણું બનાવવાની યુનિક રીત જાણીશું.

સામગ્રી

આમળા, મેથીના દાણા, વરિયાળી, ધાણા, રાઈ, મીઠું, ગોળ, હિંગ, હળદર, લાલ મરચું, લીલા મરચા, આદુ, ક્લોંજી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક સ્ટીમ વાસણમાં પાણીની વરાળ પર આમળાને બાફીને તેની અંદરના બીજ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં મેથીના દાણા અને વરિયાળીને હળવી શેકીને મક્સર જારમાં ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા આદુ મરચાંની સ્લાઈસ, હિંગ, હળદર અને ગ્રાઈન્ડ કરેલ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં કલોંજી, મીઠું, લાલ મરચું, ગોળ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં આમળાના ટુકડા ઉમેરીને ચમચા વડે બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે આમળાનું ખાટું મીઠું અથાણું, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

તમે તેને બીજા દિવસે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો, વધુ રેસીપી માટે ગુજરાતી જાગણર વાંચતા રહો.

Jalaram Khichdi: વીરપુરની પ્રખ્યાત જલારામ ખીચડી ઘરે બનાવો