Jalaram Khichdi: વીરપુરની પ્રખ્યાત જલારામ ખીચડી ઘરે બનાવો


By Vanraj Dabhi08, Nov 2024 07:28 PMgujaratijagran.com

જલારામ ખીચડી

ગુજરાતમાં જલારામ ખીચડી ઘણી જગ્યાએ પ્રખ્યાત છે, તેથી જલારામ જયંતી નિમિતે આજે તમે ડિનરમાં આ રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

1 કપ ચોખા, અડધો કપ મગદાળ, 2 કપ પાણી, 2 કપ પાણી, 2 ચમચી ઘી અથવા તેલ, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર, મીઠું, લાલ મરચું પાવડર ,રીંગણ, બટાકું, ગાજર, ટામેટું, ડુંગળી, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મગદાળ અને ચોખાને ધોઈને થોડીવાર પલાળી રાખો.

સ્ટેપ-2

હવે એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમા રાઈ, જીરું, હીંગ, હળદર વગેરે મસાલા ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમા સમારેલું બટાકું, રીંગણ, ગાજર વગેરે શાકભાજી ઉમેરીને પકાવો.

સ્ટેપ-4

હવે તેમા પલાળેલ મગનીદાળ અને ચોખા ઉમેરો.

સ્ટેપ-5

પ્રેશર કૂકરની 3 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો અને પછી તેની ઉપર સમારેલી કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે વીરપુરની ફેમસ જલારામ ખીચડી, તમે ડિનરમાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Adadiya Recipe: વિન્ટર સ્પેશિયલ અડદિયા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવો