Adadiya Recipe: વિન્ટર સ્પેશિયલ અડદિયા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવો


By Vanraj Dabhi08, Nov 2024 02:05 PMgujaratijagran.com

અડદિયાની રેસીપી

શિયાળામાં ખવાતા ગુજરાતના ફેમસ અડદિયા તમે ઘરે ટ્રાય કરવા માંગતા હોવ તો, આ રેસીપી તમને ઉપયોગી થશે.

સામગ્રી

અડદ દાળનો લોટ 250 ગ્રામ, ઘી 250 ગ્રામ, ખાંડ 150 ગ્રામ, મોરો માવો 100 ગ્રામ, ગુંદર 50 ગ્રામ કાજુ-બદામ, કીસમીસ, ખસખસ, સૂકું નારિયળ છીણેલું, અડદિયાનો મસાલો, દૂધ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં અડદનો લોટ, બે ચમચી નવશેકું દૂધ નાખીને હાથ વડે દૂધ મિક્સ કરીને તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો.

સ્ટેપ-2

હવે મોરો માવાને જીણો સુમારી કે છીણીને એક કડાઈમાં ધીમા તાપે 5 મિનિટ સુધી શેકીને એક વાસણમાં કાઢી લ્યો.

સ્ટેપ-3

હવે એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં થોડો ગુંદને શેકી એક વાસણમાં કાઢી લ્યો, હવે અડદ નો લોટ જે ધાબો આપવા મૂકેલ તેને ચારણી વડે ચારી લ્યો.

સ્ટેપ-4

એક તપેલીમાં ખાંડ અને પાણી ઉમેરીને ચાસણીનો એક તાર આવે એટલે શેકેલો અડદ નો લોટ વારી કડાઈ ને મૂકો તેમાં શેકેલો માવો નાખી બને ને બરોબર મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તેમાં અડદિયાનો મસાલો અને મિક્સ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે અડદિયાની યુનિક રેસીપી, તમે અડદિયા બનાવીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aloo Paratha Recipe: પરફેક્ટ આલુ પરોઠા બનાવવાની રીત