દિવાળી અને ઉપવાસ દરમિયાન ઘણા લોકો અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે ફરાળી હાંડવો ઘરે ટ્રાય કરી શકો છો.
સામો, સાબુદાણા, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, દહીં, દૂધી, ઈનો, ખાંડ, લવિંગ, તજ, કાળા મરી પાઉડર, તેલ, શેકેલી મગફળીનો ભુકો, કોથમીર, જીરું, તલ, મીઠો લીમડો.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક બાઉલમાં સાબુદાણા,સામો,દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં દૂધીનું છીણ,શેકેલ જીરું,તજ-લવિગ-મરીનો પાવડર,ખાંડ,સીંગદાણાનો ભુકો ઉમેરીને મિક્સ કરી બેટર તૈયાર કરો.
હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તલ અને મીઠો લીમડો સાંતળી હાંડવાનું બેટર રેડીને સારી રીતે પકાવો.
તૈયાર છે ફરાળી હાંડવો તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.