આમળાનું સેવન કરવું સારું માનવામાં આવા છે પરંતુ આમળાને લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકાતા.
જો કે કેન્ડી બનાવીને પણ આંવળાને સ્ટોર કરી શકો છો. આ ટેસ્ટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
અડધો કીલો આમળા, 1 કપ ખાંડ અને 2-3 ચમચી ખાંડનો પાવડર.
આમળાનાં પાણીથી સારી રીતે સાફ કરો અને આખી રાત ફ્રીઝમાં રાખો.
સવારે તે આમળાને બહાર કાઢો 2 કલાક સુધી નોર્મલ પાણીમાં રાખો. નૉર્મલ થાય પછી નાના ટુકડા કરી લો.
ટુકડા કરેલા આમળા અને ખાંડને કાચની બરણીમાં મિક્સ કરીને બે દિવસ માટે રાખો.
ખાંડને પૂરી રીતે પીઘળી જવા દો પછી ગરણીથી ખાંડના રસને ગાળી લો.
રસ નિકળી ગયેલા આમળાને એક અલગ વાસણમાં 2 થી 3 દિવસ સુધી સુકાવા દો.
આમળાને સારી રીતે સુકવીને તેના પર ખાંડનો પવડર મિક્સ કરીને એર ટાઈટ બરણીમાં સ્ટોર કરો.