ભારતમાંથી યુરોપિયન યુનિયનમાં કરવામાં આવતી 43 ટકા નિકાસ પર કાર્બન ઉત્સર્જન અંગે નવી વ્યવસ્થા CBAMને લીધે જોખમ સર્જાયું છે. તેનાથી દેશમાંથી EUમાં કરવામાં આવતા 37 અબજ ડોલરની નિકાસ સામે જોખમ સર્જાઈ શકે છે.
દિલ્હી સ્થિત થિંક ટેન્કના અહેવાલ પ્રમાણે ટ્રેડ બ્લોકની દરખાસ્ત CBAM અને અન્ય ગ્રીન પાસાને લીધે આ સ્થિતિ જોવા મળી શકે છે. ઊર્જા, પર્યાવરણ, જળ કેન્દ્રના અહેવાલ પ્રમાણે ભારતના વિદેશ વ્યાપારમાં કેટલીક કેટેગરીને અસર થઈ શકે છે.
કપડાં, કેમિકલ, અન્ય કેટલીક ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક તથા વ્હિકલનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં ભારતમાંથી EUને કરવામાં આવેલ કુલ નિકાસ 32 ટકા હિસ્સો આ સેગમેન્ટમાંથી હતો.
વિકસિત દેશો દ્વારા સ્થિરતા, પર્યાવરણ અને જળવાયુના પ્રશ્નના ઉકેલ માટે આ નોન-ટેરિફ ઉપાય લાગૂ કરવામાં આવેલ છે. તેમા એનર્જી એફિસિએન્સી, કાર્બન ફૂટપ્રિન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ તથા ટકાઉ ફોરેસ્ટ્રીના ઉપાયનો સમાવેશ થાય છે.