ઉત્તપમ નાસ્તામાં ખાવા માટેની એક પરફેક્ટ વાનગી છે. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. પરંતુ આજે અમે તમને સોજીના ઉત્તપમ નહીં પણ બટાકાના ઉત્તાપમ બનાવવાની રેસીપી વિશે જણાવીશું.
ચોખા - 1 કપ, બાફેલા બટાકા - 2, ડુંગળી - 1 સમારેલી, કોબીજ- 1 સમારેલી, ગાજર- 1 સમારેલ, કેપ્સીકમ - 1 સમારેલ, લીલું મરચું – 1 સમારેલ, આદુ - 2 ચમચી સમારેલ, મીઠું - સ્વાદ મુજબ.
આલૂ ઉત્તપમ બનાવવા માટે સૌપ્રથમ બટાકાને બાફી લો. આ પછી તેની છાલ કાઢીને એક બાઉલમાં છીણી લો.
હવે ચોખાને થોડી વાર પલાળી રાખો. હવે એક બાઉલમાં પલાળેલા ચોખા, બાફેલા બટેટા, આદુ અને લીલા મરચાં નાખીને મિક્સરમાં મિક્સ કરો.
હવે આ બેટરને એક બાઉલમાં કાઢી તેમાં બારીક સમારેલા શાકભાજી જેવા કે ગાજર, કોબી, કેપ્સીકમ, ડુંગળી વગેરે ઉમેરો.
આ તૈયાર બેટરમાં શાકભાજી ઉપરાંત મસાલા જેવા કે મીઠું, લાલ મરચું વગેરે ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
આ પછી પેનને ગરમ કરો અને તેના પર થોડું તેલ લગાવો. હવે તૈયાર કરેલા બેટરને તવા પર નાખો. એક બાજુ પકાવ્યા પછી બીજી બાજુ પણ સારી રીતે પકાવો.
ઉત્તપમને બંને બાજુથી સારી રીતે પકાવ્યા પછી આલૂના ઉત્તપમને પ્લેટમાં કાઢી લો. હવે તેને ચટણી સાથે સર્વ કરો.
તમે ઘરે પણ સરળતાથી આલૂની ઉત્તપમ બનાવી શકો છો. સ્ટોરી ગમે તો શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.