આજથી પ્રાઈમરી માર્કેટમાં ત્રણ કંપનીના પ્રારંભિક જાહેર ભરણા ખુલવા જઈ રહ્યા છે. તેમાં JSW ઈન્ફ્રા, અપડેટર સર્વિસિસ તથા ન્યૂજૈસા ટેકનોલોજીના જાહેર ભરણાનો સમાવેશ થાય છે.
JSW ઈન્ફ્રાનું જાહેર ભરણું આગામી 27મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે અને કંપનીએ શેરદીઠ રૂપિયા 113-119 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે.
જ્યારે અપડેટર સર્વિસિસનું જાહેર ભરણું પણ 27મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે અને કંપનીએ શેરદીઠ રૂપિયા 280-300 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે.
ન્યૂજૈસા ટેકનોલોજીનું જાહેર ભરણું આજે ખુલ્યુ છે અને આગામી 27મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. શેરદીઠ રૂપિયા 45-47 પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે.