ડાબર ઈન્ડિયાના પ્રમોટર બર્મન પરિવાર સાથે સંકળાયેલા એકમોએ રેલિગેર એન્ટરપ્રેઈસિસ લિમિટેડ (REL)માં 26 ટકા સુધી હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કરી છે.
આ માટે કંપનીના શેરધારક માટે રૂપિયા 2,116 કરોડની ઓપન ઓફર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઓપન ઓફર પરિવારની હિસ્સેદારી વધારવા તથા REL પર નિયંત્રણ માટે છે.
કંપનીએ આ સાથે એમ પણ જણાવ્યું છે કે ઓપન ઓફર માટે કુલ રોકડ ચુકવણી રૂપિયા 21,159,997,135 છે.
કંપનીની વિસ્તરિત વોટિંગ શેર મૂડીના 26 ટકા પ્રતિનિધિત્વ કરનાર રૂપિયા 10નું મૂલ્ય ધરાવતા 90,042,541 સંપૂર્ણ ભરપાઈ થયેલા ઈક્વિટી શેરોના અધિગ્રહણ માટે ઓપન ઓફરની જાહેરાત કરી છે.