નાણાં મંત્રાલયે ગુરુવારે તેના માસિક આર્થિક સમીક્ષા અહેવાલમાં ચેતવણી ઉચ્ચારી છે કે ખાદ્ય ફુગાવામાં તાજેતરના ઉછાળાથી સરકાર અને RBIએ સાવધાન રહેવાની જરૂરી છે
નાણાં મંત્રાલયે 3 ઓગસ્ટના રોજ તેના માસિક આર્થિક સમીક્ષા અહેવાલમાં કહ્યું કે મૌસમ સંબંધિત મુશ્કેલીને લીધે ફળો, શાકભાજી અને દાળો તથા અન્ય ઉત્પાદનોની કિંમતમાં વૃદ્ધિથી CPI-ખાદ્ય ફુગાવો મે મહિનામાં 3 ટકાથી વધી જૂનમાં 4.5 ટકા થઈ ગયો છે.
12 જુલાઈના રોજ ઈશ્યુ આંકડાકીય માહિતીથી જાણવા મળ્યું છે કે ભારતના મુખ્ય રિટેલ ફુગાવાનો દર જૂનમાં ચાર મહિનાના ઘટાડાનો સિલસિલો તોડી નાંખ્યો અને મે મહિનામાં 4.31 ટકાથી વધી 4.81 ટકા થઈ ગઈ છે.