લોકો વજન વધવાની સમસ્યાઓથી પરેશાન છે,પરંતુ તેમની પાસે જીમ કે પાર્ક જવાનો સમય નથી. આવી સ્થિતિમાં ઘરે જ કસરત કરવી શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કેટલીક ઇન્ડોર કસરતો વિશે.
સ્કિપિંગ દોરડું સરળતાથી ઘરની અંદર કરી શકાય છે. આ એક ખૂબ જ સારી કાર્ડિયો કસરત છે. કેલરી બર્ન કરવા ઉપરાંત આ કસરત હૃદયની તંદુરસ્તી અને લોહીંના પરિભ્રમણને સુધારે છે.
ડાંસ એ ખૂબ જ સારી અને મનોરંજન કસરત છે.તમે ઘરે એરોબિક્સ અજમાવી શકો છો.આ ડાન્સ ફોર્મ કરવાથી કેલરી ખૂબ જ ઝડપથી ઓછી થવા લાગે છે.
ઘરે સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ સરળ છે. જીમમાં પણ કસરતની શરૂઆત સ્ટ્રેચિંગથી કરવી જોઈએ. તેનાથી વ્યક્તિના સ્નાયુઓ ખુલે છે.સ્ટ્રેચિંગ માટે બંને હાથ ઉંચા કરો અને સીધા ઊભા રહો. આ પછી આખા શરીરને ઉપર તરફ ખેંચતી વખતે આગળ નમવું અને અંગુઠાને સ્પર્શ કરવો.
પુશઅપ્સ કરવા માટે ફ્લોર મેટ પર તમારા પેટ પર સૂઈ જાવ. આ પછી હથેળીઓને ખભાની બાજુમાં રાખો અને હથેળીઓ અને અંગૂઠાની તાકાત પર શરીરને ઊંચુ કરો. થાડીવાર આ મુદ્રામાં રહો અને નીચે આવો.
સ્ક્વોટ્સ એ ખૂબ જ સારી કસરત છે, આ કરવા માટે બંને પગને સહેજ ફેલાવીને ઊભા રહો. આ પછી હાથને ખભાની લાઇનમાં આગળ કરો, હવે ઘૂંટણ વાળો અને બેસવાની મુદ્રામાં આવો. આ કસરતથી વજન પણ ઝડપથી ઘટશે.