કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શુ ખાવું જોઈએ, આવો જાણીએ


By Jivan Kapuriya27, Jul 2023 05:22 PMgujaratijagran.com

જાણો

શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમનો કરવો પડી શકે છે. તેથી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે આ ખોરાક ખાવ.

મેથીના દાણા

મેથીના દાણામાં ઘણા પોષક તત્વો હોય છે, જે હૃદય માટે હેલ્દી હોય છે. તેથી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે તમે મેથીના દાણાનનું સેવન કરી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સ

અખરોટ,કાજુ,મગફળી,બદામ અને પિસ્તા જેવા ડ્રાય ફ્રૂટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરી શકે છે. આમાં વિટામિન-ઇ,ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા ફોષક તત્વો મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકે છે.

ફળો

ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય અને ત્વચા માટે ફાયદાકારક હોય છે. તેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે સિઝનના ફળો ખાવ.

ધાણાના બીજ

પોષક તત્વોથી ભરપૂર ધાણાના બીજ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. તેથી હૃદય સંબંધિત તકલીફોથી બચવા માટે ધાણાના બીજનું સેવન કરો.

લસણ

અળસી

જો તમે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવા માંગતા હોવ તો અળસીનું સેવન કરો. આ બીજમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે તમારા હૃદયના સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે તમે આ ખોરાકનું સેવન કરી શકો છો.

રસોડામાં રાખવામાં આવતી આ વસ્તુ દાંતના દુખાવા માટે છે રામબાણ ઈલાજ