દાંતના દુખાવો ખૂબ જ પીડાદાયક છે. ક્યારેક દાંતનો દુખાવો એટલો પીડાદાયક બની જાય છે કે રાત્રે સૂવું પણ મુશ્કેલ બની જાય છે. ચાલો જાણીએ દાંતના દુખાવાના ઘરગથ્થું ઉપાય.
દાંતના દુખાવાને શાંત કરવામાં લવિંગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દાંતના દુખાવાથી પ્રભાવીત જગ્યા પર લવિંગનું તેલ લગાવવાથી આરામ મળે છે. કેટલાક લોકોને માત્ર લવિંગને દાંતમાં રાખવાથી પણ ઘણી રાહત મળે છે.
લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. દાંતના દુખાવાથી રાહત મેળવવા માટે તમે લસણની 1 કરી ચાવી શકો છો અથવા લસણની પેસ્ટ બનાવીને દુખાવાની જગ્યા પર લગાવી શકો છો.
પાણીમાં નમક નાખીને કોગળા કરવાથી પણ દાંતના દુખાવામાં ઘણી રાહત મળે છે. ગરમ પાણીમાં થોડું નમક નાખી દિવસમાં 2 થી 3 વાર કોગળા કરો, જેનાથી તમને રાહત મળશે.
ફુદીના દાંતના દુખાવા અને બળતરામાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ફુદીનાની ચા તમારા દાંતના દુખાવા અને પેઢાના દુખાવાને ઓછો કરે છે.
આઈસ પેકનો ઉપયોગ દાંતના દુખાવામાં પણ રાહત આપે છે.આઈસ કોમ્પ્રેસ ઈજાને કારણે દાંતના દુખાવાથી ઝડપથી રાહત આપે છે.
1 ટેબલસ્પૂન લીંબુમાં 2 ચપટી હિંગની ઝીણી પેસ્ટ બનાવીને કોટન વડે દુખતી જગ્યા પર લગાવો . આમ કરવાથી તમને જલ્દી જ દાંતના દુખાવામાં રાહત મળશે.
સ્ટોરીમાં લખેલી સલાહ માત્ર માહિતી માટે છે. એકવાર દાંતમાં દુખાવો થાય તો ડેન્ટિસ્ટની સલાહ લીધા પછી જ કોઈ પણ પગલું ભરો.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.