ભારતનું અર્થતંત્ર મહાન શક્તિ બનીને ઉભરી રહ્યું છે, અમેરિકાને આપશે ટક્કર


By Nileshkumar Zinzuwadiya20, Jul 2023 10:20 PMgujaratijagran.com

મોટી શક્તિ

અગ્રણી અર્થશાસ્ત્રી માર્ટિન વુલ્ફે દાવો કર્યો છે કે વર્ષ 2050 સુધીમાં ભારતનું અર્થતંત્ર અમેરિકાની સમકક્ષ પહોંચી જશે અને ભારતનું અર્થતંત્ર વિશાળ શક્તિ બનવાના માર્ગે છે.

રોકાણ કરવા બદલ પ્રશંસા

ફાયનાન્શિયલ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલમાં વુલ્ફે ભારતના ભવિષ્ય અંગે સમજદારીપૂર્વક રોકાણ કરવા પશ્ચિમના દેશોના રોકાણકારોની પ્રશંસા પણ કરી છે.

5 ટકાનો વૃદ્ધિ દર

ભારતમાં વ્યક્તિ દીઠ ઘરેલુ ઉત્પાદનની વૃદ્ધિ દર યથાવત રહેવાનો અંદાજ છે અને તેમાં વર્ષ 2050 સુધી આશરે 5 ટકાનો વધારો થતો રહેશે.

ભારતની વસ્તી 1.67 અબજ

વધારે સારી નીતિઓ સાથે આ વૃદ્ધિ દર યથાવત રહેવાનો અંદાજ છે. કંપની જગત માટે ભારત એક આદર્શ સ્થળ બની શકે છે. વર્ષ 2050 સુધીમાં ભારતની વસ્તી 1.67 અબજ પહોંચે તેવો અંદાજ છે.

ઈડલી-ઢોંસા સાથે લાજવાબ લાગશે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ નારિયેળની ચટણી, રેસિપી નોંધ કરી લો