◾ કાચુ નારિયેળ- 1 કપ (કાપેલુ) ◾ આદુ- 1-2 ઈંચ (કાપેલુ) ◾ લીલા મરચા- 2-3 (કાપેલા) ◾ ચણાની દાણ- 1-2 ચમચી ◾ દહી- 1 ચમચી ◾ પાણી- અડધો કપ ◾ રાઈ- અડધી ચમચી ◾ મીઠો લીમડો-5-6 ◾ લાલ મરચા- 1-2 ◾ તેલ- 1-2 ચમચી
સૌ પ્રથમ કાચા નારિયેળના નાના-નાના ટૂકડા મિક્સર ગ્રાઈન્ડરમાં નાંખીને પીસી નાંખો.
જે બાદ ચણાની દાળ, લીલા મરચા, આદુ વગેરે મિક્સર ગ્રાઈન્ડરમાં નાંખીને પીસી લો.
હવે નારિયેળ પેસ્ટ અને દાળની પેસ્ટને મિક્સ કરો અને તેમાં લીંબુનો રસ, દહી અને પાણી નાંખીને મિક્સ કરી લો.
ચટણી માટે હવે વગાર તૈયાર કરો. આ માટે એક વાસણમાં તેલ ગરમ કરો. જેમાં રાઈ, લાલ મરચુ અને મીઠુ લીમડો નાંખીને વગાર કરો.
હવે આ વગારને ચટણીના બાઉલમાં નાંખી દો. આમ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં નારિયેળની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે.
હવે આ ચટણીને તમે ઈડલી, ઢોસા વગેરે સાથે સર્વ કરો. આ ઉપરાંત તમે પરાઠા અને ભાદ સાથે પણ આ ચટણી ખાઈ શકો છો.