રાતે લાઈટ ચાલુ રાખીને સૂવાથી અનેક વખત લોકોની ઊંઘ પૂરી નથી થઈ શકતી. જો તમે રાતે અંધારામાં સૂવો છો, તો ઊંઘ તૂટવાની સંભાવના ઓછી રહે છે.
રાતે આછા અજવાળામાં સૂવાથી મૂડ યોગ્ય રહે છે. જેથી ઊંઘ સારી આવે છે.
રાતે અંધારામાં સૂવાથી ડિપ્રેશન થવાનો ખતરો ઓછો રહે છે. આથી હંમેશા લાઈટ બંધ કરીને સૂવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અંધારુ આરામ આપે છે અને મેલાટોનિનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. જે હોર્મોન આપણને સૂવામાં મદદ કરે છે.
અંધારામાં સૂવાથી તમારી આંખોને યોગ્ય આરામ મળે છે અને તેની સુરક્ષા થાય છે. જે બાળકો અજવાળામાં સૂવે છે, તેમને માયોપિયાની સમસ્યા વધારે થાય છે.
અંધારા રૂમમાં સૂવાથી તમારો મૂડ યોગ્ય રહેશે અને તણાવનું લેવલ પણ ઓછું રહે છે.
અજવાળામાં સૂવાથી તમારા મેટાબૉલિજમ પર અસર થાય છે. જેનાથી વજન વધવા સહિત અનેક અન્ય પ્રકારની સમસ્યા થઈ શકે છે.