ઓછા મસાલામાં બનાવો બીન્સનું હેલ્ધી શાક


By Sanket M Parekh30, Jun 2023 04:06 PMgujaratijagran.com

સામગ્રી

• લીલા બીન્સ- 300 ગ્રામ • લીલા મરચા- 2-3 • જીરું- અડધી ચમચી • તેલ- 1-2 ચમચી • હળદર- અડધી ચમચી • જીરા પાવડર- અડધી ચમચી • ધાણાજીરુ- અડધી ચમચી • મીઠું સ્વાદ મુજબ

સ્ટેપ-1

ઓછા મસાલા વાળા બીન્સનું શાક બનાવવા માટે સૌ પ્રથમ બીન્સને સારી રીતે ધોઈ લો અને પછી સારી રીતે કાપીને બાઉલમાં રાખો,

સ્ટેપ-2

એક કડાઈમાં તેલ નાંખીને ગરમ કરો અને જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં જીરુ અને લીલા મરચા નાંખીને વગાર કરો.

સ્ટેપ-3

જે બાદ બતાવ્યા પ્રમાણે તમામ મસાલા, જેમ કે, હળદર, જીરા પાવડર, ધાણાજીરુ વગેરે નાંખીને હલાવો.

સ્ટેપ-4

હવે કાપેલા લીલા બીન્સ નાંખીને સારી રીતે મિક્સ કરો. જે બાદ ધીમી આંચ પર 10-12 મિનિટ સુધી ઢાંકી રાખીને પાકવા માટે છોડી દો.

હવે પીરસો

હવે તમારું બીન્સનું શાક તૈયાર છે. જેને તમે ગરમાગરમ રોટલી અથવા પરોઠા સાથે પીરસી શકો છો.

ચોમાસાની સિઝનમાં વાળને હેલ્ધી રાખવા આ ટિપ્સને ફૉલો કરો