મૉનસૂનની સિઝનમાં હ્યૂમિટિડી વધારે હોય છે, જેથી શરીર ચીકણું રહે છે. એવામાં વાળ સરળતાથી ગંદા થઈ જાય છે. આથી સપ્તાહમાં 2-3 વખત હેર વૉશ કરવા જોઈએ.
ભીના વાળને સારી રીતે સૂકવી નાંખો. જેથી તેમાં પરસેવાની ગંધ નહી રહે. ટુવાલથી વાળને કવર કરી લો. થોડીવાર બાદ હવામાં સૂકવવા દો.
ભીના વાળ સરળતાથી તૂટવા લાગે છે. મૉનસૂનમાં આ સમસ્યા વધારે થાય છે. આથી વાળમાં સારી રીતે કાંસકો ફેરવીને ગુંચ કાઢી નાંખો.
સિઝન ગમે તે હોય, વાળને પોષિત રાખવા જરૂરી છે. આથી તમારે વાળમાં તેલ અચૂક લગાવવું જોઈએ. તેલ વાળને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
ચોમાસામાં વરસાદ પડવો સામાન્ય છે. આથી તમારી સાથે છત્રી અથવા સ્કાર્ફ જરૂર રાખો. આ વસ્તુઓ તમારા વાળને પલળવાથી બચાવી શકે છે.
ભીના વાળને બાંધવા ના જોઈએ. આવું કરવાથી વાળ સરળતાથી તૂટવા લાગે છે. આથી તેને ખુલ્લા જ રાખો.
વાળને હેલ્ધી રાખવા માટે માસ્ક, લીવ ઈન કંડિશનર અને હેર સ્પા ટ્રીટમેન્ટ જરૂર લો.