ભારતીય અર્થતંત્ર વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ રાખી દેશે


By Nileshkumar Zinzuwadiya24, Oct 2023 04:14 PMgujaratijagran.com

જીડીપી વૃદ્ધિ

ભારત વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વર્ષ 2030 સુધીમાં 7300 અબજ ડોલરના જીડીપી સાથે જાપાનને પાછળ રાખી વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.

એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા

એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયાના અંદાજ પ્રમાણે PMIમાં આ વાત કહેવામાં આવી છે. વર્ષ 2021 તથા વર્ષ 2022માં બન્ને વર્ષની તીવ્ર આર્થિક વૃદ્ધિ બાદ ભારતીય અર્થતંત્રએ વર્ષ 2023માં સતત મજબૂત વૃદ્ધિ દર્શાવી રહ્યું છે.

વૃદ્ધિની ઝડપ

માર્ચ 2024માં પૂરા થનારા નાણાકીય વર્ષમાં GDP 6.2-6.3 ટકા રહેવાની આશા છે. તેનાથી ભારતીય અર્થતંત્ર આ નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી વધનારા અર્થતંત્ર હશે.

વર્ષ 2030માં

ભારતનું અર્થતંત્ર વર્ષ 2022માં 2500 અબજ ડોલરથી વધી વર્ષ 2030 સુધીમાં 7300 અબજ ડોલર થઈ જવાનો અંદાજ છે.અમેરિકા અત્યારે 25500 અબજ ડોલરના જીડીપી સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે.

મૂળાના પરાઠાની રેસીપી: આ રીતે ઘરે જ બનાવો પરફેક્ટ મૂળાના પરાઠા