વૈશ્વિક રેટિંગ એજન્સી S&Pએ ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવના મધ્યમ ગાળામાં મજબૂત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
નાણાકીય વર્ષ 2023-24થી લઈ વર્ષ 2025-26 દરમિયાન GDP વાર્ષિક 6-7.1 ટકાની વૃદ્ધિ રહેશે.
અહેવાલ પ્રમાણે વૈશ્વિક અનિશ્ચિતતાની ભારત પર ઓછી અસર થશે. વૈશ્વિક સ્તરે વૃદ્ધિ અને માંગના મોરચે ધીમી વૃદ્ધિની મર્યાદિત અસર રહેશે.
એપ્રિલ-જૂન 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતનું ઘરેલુ ઉત્પાદન વાર્ષિક આધારે 7.8 ટકા વધ્યું છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા રહ્યો હતો.