આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો થવાને પગલે સરકારે દેશમાં ઉત્પાદન થતા ઓઈલ તથા ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.
ઘરેલુ સ્તરે ઉત્પાદિત ક્રુડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન રૂપિયા 9,800થી ઘટાડી રૂપિયા 6,300 કરવામાં આવ્યો છે.
ડીઝલની નિકાસ પર SEDને બે રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડી એક રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવેલ છે. ATF તથા પેટ્રોલની નિકાસ પર ચાર્જીસ શૂન્ય રહેશે.
આ અગાઉ 1લી નવેમ્બરે દરોમાં ફેરફાર કરી સરકારે ક્રુડ ઓઈલ પર પ્રતિ ટન રૂપિયા 9,050થી વધારી રૂપિયા 9,800 કર્યાં હતા.