ભારતના ડ્રાઈવિંગ લાઈસન્સથી કયા દેશોમાં કાર ચલાવી શકાય ?


By Kajal Chauhan14, Apr 2025 05:03 PMgujaratijagran.com

ડ્રાઇવિંગ સંબંધિત અલગ નિયમો

દરેક દેશમાં ડ્રાઇવિંગ સંબંધિત અલગ અલગ નિયમો હોય છે અને દરેક દેશ પોતાનું લાઇસન્સ જારી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમારી પાસે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે વિશ્વના અનેક દેશોમાં પણ વાહન ચલાવી શકો છો.

બ્રિટેન

ભારતીય લાઇસન્સ સાથે બ્રિટેનમાં 1 વર્ષ માટે વાહન ચલાવી શકાય છે.

કેનેડા

કેનેડામાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ 60 દિવસ માટે માન્ય છે. તે પછી સ્થાનિક પરવાનગી લેવી જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા

ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં તમે ભારતીય લાઇસન્સ સાથે 3 મહિના માટે કાર ચલાવી શકો છો, પરંતુ તમારું લાઈસન્સ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ.

અમેરિકા

અમેરિકામાં 21 વર્ષથી વધુ ઉંમરના લોકો 12 મહિના માટે ભારતીય લાઇસન્સ પર વાહન ચલાવી શકે છે. લાઇસન્સ અંગ્રેજીમાં હોવું આવશ્યક છે.

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ 1 વર્ષ માટે માન્ય છે. જોકે તમારું લાઇસન્સ અંગ્રેજીમાં હોવું જોઈએ અને I-94 ફોર્મનું વેરિફિકેશન જરૂરી છે.

ફ્રાન્સ

ફ્રાન્સમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ 1 વર્ષ માટે માન્ય છે. પરંતુ તેનો ફ્રેન્ચમાં અનુવાદ કરવો જરુરી છે.

જર્મની

જર્મનીમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરવાની મંજૂરી છે, પરંતુ ફક્ત છ મહિના માટે.

જયા કિશોરીએ મહાભારતની 3 વાત જણાવી, શીખી લેશો તો ક્યારે હારશો નહીં